ગૃહમંત્રી વિશ્વગુરુ બનવાની વાતો કરે પણ મોરબીમાં નેપાલીરાજ, ઓર્ગેનાઈઝ ગેંગ સક્રિય
(લંકેશ)
ઉદ્યોગ ની નગરી મોરબી હાલ ક્રાઈમ ની નગરી બની ગઈ છે જેમાં ઘણા બધા પરપ્રાંતીય પરિવાર વસવાટ કરે છે અને ધંધો રોજગાર કરી ગુજરાન ચલાવે છે જેની સામે કોઈ ને વાંધો નથી અને હોવો પણ ન જોઇએ, મોરબી માં અંદાજે 8000 હજાર થી વધુ નેપાળી (બહાદુર) લોકો વસવાટ કરે છે
જેમાં મુખ્યત્વે નેપાળી લોકો રેસ્ટોરન્ટ અને વોચમેન ની કામગીરી સાથે જોડાયેલ છે જેમાં એક એપાર્ટમેન્ટ માં એક બહાદુર પરિવાર રહે છે જે સવારે ૪ વાગે વહેલા ઊઠી ગાડીઓ સાફ કરે , સાફ સફાઈ,પાણી ટાકા વગરે કામગીરી કરી તનતોડ મહેનત થી મહિને ૪૦ હજાર આસપાસ કમાઈ છે
પરંતુ આ નેપાળી લોકો માં હમણાં ગેંગ સક્રિય થઈ છે જેને હાથ અને આખા શરીર માં ટેટૂ ચીતરેલા છે જે કોઈ કામધંધો કરતા નથી પણ ડ્રગ્સ અને દારૂના નશામાં રાત્રિ દરમ્યાન ફરે છે જે દરેક બહાદુર પાસે મહિને હપ્તો લે છે જો કોઈ હપ્તો આપવાની ના પાડે તો તેના ઉપર ઘાતક તીક્ષ્ણ હથિયારો થી હુમલો કરે છે આ લોકોનો ભય એટલો છે કે કોઈ બહાદુર ફરિયાદ કરવા પણ જતું નથી
એકાદ વર્ષ પહેલા આ ગેંગ ના સમાચાર પ્રસિદ્ધ થયા બાદ મોરબી પોલીસ આ ગેંગ ને અટક કરી કહેવતો મેથી પાક આપ્યો હતો એ પણ જયારે ભાજપના એક નેતાને આ ગેંગે તમાચા મારી દીધા ત્યારે, આ બહાદુર ગેંગ ડ્રગ અને ગાંજા નું પણ મોટા પાયે વહેંચણ કરે છે જો લોકોમાં જાગૃતિ નહીં આવે તો ફરી કેન્ડલ માર્ચ ની તૈયારી રાખવી પડશે કેમ કે ઘાતક હથિયાર સાથે ફરતી આ ગેંગ ગમે ત્યારે જવાબદાર વ્યક્તિનો જીવ લેશે
રવાપર રોડ ઉપર ના એક એપાર્ટમેન્ટ માં ચોરી નો બનાવ બન્યો હતો જેમાં બહાદુર મુંબઈ ખાતે થી પકડાયેલ હતા ત્યારે દરેક નેપાળી નું રજીસ્ટ્રેશન કરવા નું ફરજિયાત કર્યું હતું જે વાત પણ હવા હવાઈ થઈ ગઈ





