Sunday, May 4, 2025

ગુજરાતમાં હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય

Advertisement
Advertisement
Advertisement

· મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોરકમિટીમાં લેવાયેલા આ નિર્ણય અનુસાર રાજ્યમાં તારીખ 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષના સમય માટે હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.

કોર કમિટીમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, આવા હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને વીજબીલમાં ફિક્સચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજ બીલ આકારી ચાર્જ વસૂલ કરવામાં આવશે. કોરોના સંક્રમણના આ કાળમાં મુખ્યમંત્રીએ હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને આ નિર્ણયથી મોટી આર્થિક રાહત આપી છે.

Related Articles

Total Website visit

1,502,739

TRENDING NOW