Sunday, March 15, 2026

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમની સીધા ધિરાણ યોજનાની યોજના માટે ૧૫મી જુલાઇ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે

Advertisement
Advertisement
Advertisement

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમની સીધા ધિરાણ યોજનાની યોજના માટે ૧૫મી જુલાઇ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ,ગાંધીનગર (ગુજરાત સરકારનું જાહેર સાહસ) દ્વારા તાજેતરમાં રાજ્યના સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને સ્વરોજગારી પુરી પાડવાના હેતુથી રાષ્ટ્રીય સફાઈ કર્મચારી નાણાં અને વિકાસ નિગમ (NSKFDC)નવી દિલ્હીના સહયોગથી મહિલા સમૃધ્ધિ (MSY), માઈક્રો ક્રેડિટ ફાઈનાન્સ યોજના (MCF), સીધા ધિરાણ યોજના (વિવિધ ધંધા/વ્યવસાય અને વાહન) (General Tearm Loan) યોજના હેઠળ ઓનલાઈન અરજીઓએ મંગાવવામાં આવે છે. અત્રેનાં મોરબી જિલ્લામાં પાત્રતા ધરાવતા વ્યક્તિઓ તારીખ:-૧૫/૦૭/૨૦૨૨ સુધીમાં નિગમની વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.inપર જરૂરી સાધનીક કાગળો અપલોડ કરી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી મંજુર થયા બાદ અરજદારે અરજી ફોર્મની પ્રિન્ટ જરૂરી આધાર- પુરાવા સહિત જિલ્લા મેનેજર, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક (અ.જા.ક), કચેરી નં.૪૬/૪૭, જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, મોરબી ખાતે તા.૨૫/૦૭/૨૦૨૨ નાં રોજ ૧૮:૦૦ કલાક સુધીમાં જમા કરાવવાની રહેશે. વધુ માહિતી માટે વેબસાઈટની મુલાકાત લેવા અથવા કચેરી સમય દરમ્યાન કચેરીનો સંપર્ક કરવા ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમના જિલ્લા મેનેજર અને જિલ્લા નાયબ નિયામક (અ.જા.ક) – મોરબીની યાદીમાં જણાવાયું છે.

Related Articles

Total Website visit

1,597,465

TRENDING NOW