ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પોરબંદરના અધિકારી વિરુદ્ધ હોદાનો દુરપયોગ કરી ગેરકાયદેસર બેનામી મિલકત પચાવી પાડવા બદલ અમદાવાદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો
લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમ-૧૯૮૮ ના સુધારા અધિનીયમ- ૨૦૧૮ અંતર્ગત સરકારી અધિકારી/કર્મચારીઓ દ્વારા ગેરકાયદેસર રીત રસમો અપનાવી કે સત્તાનો દુરઉપયોગ કરી પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં વધુ સંપત્તિ એકત્રિત કરવાના તેમજ પોતાના સગા-સબંધી કે સ્નેહીજનોના નામે સ્થાવર જંગમ મિલકતોમાં રોકાણ કરવા બાબતે બેનામી સંપત્તિ અંગેના ધી પ્રોહિબીશન ઓફ બેનામી પ્રોપર્ટી ટ્રાન્જેક્શન એક્ટ-૧૯૮૮ (સુધારા તા.૩૧/૧૦/૨૦૧૮) અંગેના વધુમાં વધુ કેસો શોધી કાઢવા બ્યુરો દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે.
આક્ષેપિત અનિલકુમાર વસંતલાલ શાહ, તત્કાલીન સભ્ય સચિવ, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, ગાંધીનગર હાલ;સિનીયર એન્વાયર્મેન્ટ એન્જીનીચર, વર્ગ-૨, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, પોરબંદરનાઓએ રાજય સેવક તરીકે હોદ્દા, વર્ગ અને કાયદેસરની ફરજના ભાગરૂપે મળતા પગાર અને ભથ્થા ઇત્યાદી કાયદેસરની આવકના પ્રમાણમાં અપ્રમાણીક રીતે ભ્રષ્ટ રીતરસમોથી કરોડો રૂપિયાની જમીનો મિલ્કતો અને સાધનો પોતાના તેમજ તેઓના આશ્રીતોના નામે ખરીદ કરેલ હોવા અંગેના આક્ષેપો બાબતેની અરજી અત્રેની કચેરીને મળેલ.
આક્ષેપિત અનિલકુમાર વસંતલાલ શાહ, તત્કાલીન સભ્ય સચિવ, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, ગાંધીનગર હાલ: સિનીંચર એન્વાયર્મેન્ટ એન્જીનીયર, વર્ગ-૨, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, પોરબંદરનાઓની અપ્રમાણસર મિલ્કતો વસાવ્યા અંગે પ્રાથમિક તપાસ કરવા એ.વી.પટેલ, મદદનીશ નિયામક, ફિલ્ડ-૩ તથા કે.બી.ચુડાસમા, મદદનીશ નિયામક, એ.સી.બી.અમદાવાદ એકમ નાઓના સુપરવિઝન હેઠળ (૧) એમ.વી.પટેલ, પો.ઈ., ઈન્હેવીંગ, (૨) એસ.જે.જાડેજા, પો.ઈ., ઈન્ટેલીંગ, તથા (૩) બી.એફ.ડાભી., પી.એસ.આઈ. ઈન્ટેવીંગ નાઓની SIT ની રચના કરવામાં આવેલ.
આક્ષેપિત વિરુધ્ધ પ્રાથમીક તપાસ દરમિયાન આક્ષેપિત અનિલકુમાર વસંતલાલ શાહ તથા તેમના આશ્રીતોના મિલ્કત સબંધી દસ્તાવેજી પુરાવાઓ તથા બેંક ખાતાઓ અને વિવિધ સરકારી કચેરીઓમાંથી દસ્તાવેજી માહીતી મેળવવામાં આવેલ અને સી.બી.આઇ. ગાઇડલાઇન મુજબના એ-બી-સી-ડી પત્રક તથા આવક-ખર્ચ ધ્યાને લેવામાં આવેલ તથા નાણાંકીય સલાહકાર દ્વારા ફોરેન્સીક એકાઉન્ટીંગ કરી નાણાકીય વ્યવહારોનું વિગતવારનુ વિશ્લેષણ કરવામાં આવેલ.
આક્ષેપિત અનિલકુમાર વસંતલાલ શાહ, તત્કાલીન સભ્ય સચિવ, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, ગાંધીનગર હાલ:સિનીયર એન્વાયર્મેન્ટ એન્જીનીયર, વર્ગ-૨, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, પોરબંદરનાઓએ તા.૦૧/૦૪/૨૦૦૬ થી તા.૩૧/૦૩/૨૦૨૦ ના ચેક પિરીચડ દરમ્યાન પોતાના રાજય સેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરી,ઈરાદાપુર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે ચૅક પિરીયડના સમયગાળા દરમ્યાન કાયદેસર આવકના સાધનોમાંથી મેલવેલ આવક કરતાં કુલ રૂ.૩,૫૭,૦૪,૩૨૦/-(કે ત્રણ કરોડ સત્તાવન લાખ ચાર હજાર ત્રણસો વીસ રૂપિયા પુરા) (૯૮.૦૭%) જેટલી અપ્રમાણસર મિલ્કતો રાજય સેવક તરીકે વસાવી,તે નાણાનો પોતાના તથા આશ્રિતોના નામે સ્થાવર જંગમ મિલ્કતોમાં રોકાણ કરી ગુનો કરેલ હોય શ્રી અનિલકુમાર વસંતલાલ શાહ,તત્કાલીન સભ્ય સચિવ,ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, ગાંધીનગર હાલઃ સિનીયર એન્વાયર્મેન્ટ એન્જીનીયર, વર્ગ-૨,ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, પોરબંદરનાઓ વિરુધ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮ ની કલમ ૧૩(૧)(ઈ), તથા ૧૩(૨) તથા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮ (સુધારા અધિનિયમ-૨૦૧૮) ની કલમ ૧૩(૧)(બી),૧૩(૨) મુજબ આજરોજ અમદાવાદ શહેર એ.સી.બી.પો. સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે.
કોઇ સરકારી અધિકારી/કર્મચારીઓ આ ઉપરોક્ત કેસ અંગે તથા અન્ય કોઇ સરકારી અધિકારી/કર્મચારીની અપ્રમાણસર મિલકતો તથા બેનામી મિલકતો (જેવી કે ખેતીની જમીન, પ્લોટ, મકાન, ઓફીસ, દુકાન, વાહન, બેન્ક લોકર,બેન્ક એકાઉન્ટ વિગેરે) તથા જેમના નામે બેનામી મિલકતો વસાવવામાં આવેલ છે તેવા ઇસમોની સચોટ અને વિસ્તૃત માહિતી અંગેની તથા સરકારી અધિકારી/ કર્મચારીઓ દ્વારા કરવામાં આવતા મની લોન્ડરીંગ અંગેના વ્યવહારોની જાણ એસીબી કચેરીના ટોલ ફ્રી નં.૧૦૬૪, ફોન નં. ૦૭૯-૨૨૮૬૦૩૪૧/૪૨/૪૩, ફેક્સ નં.૦૭૯-૨૨૮૬૯૨૨૮, ઈ-મેઈલઃastgir-ach-f2@gujarat.gov.in, વ્હોટસએપ નં.૯૦૯૯૯૧૧૦૫૫ ઉપર મોકલી આપવા અથવા કચેરી સમય દરમ્યાન અત્રે રૂબરૂ પણ સંપર્ક કરવા તથા CD દ્વારા અથવા પેનડ્રાઇવમાં પણ માહિતી મોકલવા નાગરિકોને આહવાન કરવામાં આવે છે.





