ગીર સોમનાથ જીલ્લામાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન ગામડે ગામડે પહોંચ્યું
કૃષિ વિજ્ઞાન કેન્દ્રની આગેવાનીમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન ગીર સોમનાથ જિલ્લામાં તારીખ ૨૯ મે થી શરૂ કરવામાં આવ્યુ છે. અભિયાનને આજે અગીયાર દિવસ પૂર્ણ થયા છે ત્યારે અભિયાન છેલ્લા બે દિવસમાં વેરાવળ તાલુકાના કોડિદ્રા, પંડવા, ઇન્દ્રોઈ, કિન્દ્રવા, વાવડી (આદ્રી) અને ચાંડુવાવ તથા તાલાળા તાલુકાના પીપળવા, આંબળાશ અને ધ્રામણવા અને ગીર ગઢડા તાલુકાના કણેરી, કાણકિયા અને વેળાકોટ એમ કુલ ૧૨ ગામોમાં કેવિકેના વરિષ્ઠ વૈજ્ઞાનિકશ્રીઓ, આઈ.સી.એ.આર. ના વૈજ્ઞાનિકો, ખેતીવાડી, બાગાયત, અને આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ, એફ.પી.ઑ અને ઈફકો કંપનીના પ્રતિનિધિઓ દ્વારા ખેડૂતોને સંકલિત રોગ, જીવાત અને ખાતર વ્યવસ્થાન વિશે માહિતી આપવામાં આવી રહી છે સાથે સાથે સરકારની વિવિધ યોજનાઓ, પ્રાકૃતિક ખેતી, મુલ્યવર્ધન અને ડ્રોન ટેક્નોલોજી વિશે માર્ગદર્શન આપવામાં આવે છે. આ અભિયાનમા ખેડૂત ભાઈઓ અને બહેનો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહી છે. સંકલન : રમેશ રાઠોડ







