ગિરિરાજ સોસાયટીમા મહિલા ઉંદર મારવાની દવા પી જતા મોત.
મોરબીની ગીરીરાજ સોસાયટીમા રહેતી મહિલા ઉંદર મારવાની દવા પી જતા સારવાર દરમ્યાન મહિલાનું મોત નિપજ્યું હતું.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ પમાબા ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉ.વ.૪૩ રહે. ગીરીરાજ સોસાયટી ઘર નં.૧૭ ઉમા ટાઉનશીપની બાજુમા મોરબી-૨ વાળા ગઇ તા.૨૮/૩/૨૦૨૩ ના રોજ કોઇ પણ સમયે પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ઉંદર મારવાની દવા પી જતા પ્રથમ ખાનગી હોસ્પિટલ મોરબી ખાતે દાખલ કરેલ હોય અને વધુ સારવાર માટે રાજકોટ સીટી ખાતે આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ ગયેલ હોય જ્યાં સારવાર દરમ્યાન તા.૨૯/૩/૨૦૨૩ ના રોજ મૃત્યુ પામ્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીજન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.