Tuesday, May 20, 2025

ગાંધીધામ રેડિશન હોટેલ ખાતે ચારણ ગઢવી સમાજનું ઈન્ટરનેશનલ બિઝનેશ સંમેલન-2024 યોજાયું.

Advertisement
Advertisement
Advertisement

ગાંધીધામ રેડિશન હોટેલ ખાતે ચારણ ગઢવી સમાજનું ઈન્ટરનેશનલ બિઝનેશ સંમેલન-2024 યોજાયું.

તા.06-01-2024 ને શનિવારના રોજ ગાંધીધામ હોટલ રેડીશન ખાતે ચારણ ગઢવી સમાજના વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદાન આપનાર અને સમગ્ર ભારતમાં વસતા ચારણ બંધુઓ માટે શનિવારે બિઝનેસ મીટ યોજાઈ હતી.ચારણ ગઢવી ઈન્ટરનેશનલ બિઝનેશ કોન્ફરેન્સ-2024 નૂ આઈ શ્રી દેવલ માં (બલીયાવડ) ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ. તેમજ આઈ દેવલમાં તથા કચ્છના પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી દ્વારા મોમેન્ટો અને વ્યાપાર સલગ્ન બુક અપાઈ હતી.આ પ્રસંગે કવિ નારસંગજી દ્વારા લખાયેલી રવ- સંપદા પુસ્તકનુ વિમોચન આઈ માના કરકમલો દ્વારા કરાઈ હતી. ભારતના સ્વાતંત્રય સંગ્રામો અને ચારણોના ઈતિહાસની ચરજ નેટવર્કમેગેઝિનને સ્મૃતિ ચિન્હ અપાયું સુરખાબ સંદેશો બુક બારે પાડી હતી. મળતી માહિતી મુજબ દેશ-વિદેશમા વ્યાપાર ઉદ્યોગ ક્ષેત્ર મેન્યુફેક્ચરિંગ જેવા કે શિપિંગ, ટ્રાન્સપોર્ટેશન, આર્મ્સ-એમ્યુનેશન, નમક મેન્યુફેક્ચરિંગ-રિફાઇનરી, સ્ટીલ ઉદ્યોગ, કોલસા, ઈમ્પોર્ટ-એક્સપોર્ટ, ઈન્ફર્મેશન એન્ડ ટેક્નોલોજી સ્વાસ્થ્ય નિષ્ણાંતો, ઇલેક્ટ્રિકલ, ટેક્સટાઇલ તથા મેડિકલફાર્મા જેવા અન્ય વેપાર અર્થે લોકોએ પોતાનું માર્ગદર્શન આપ્યું હતું. તેમજ શિક્ષણક્ષેત્રે પણ પરમ પૂજ્ય આઈ શ્રી દેવલ માં તથા શ્રી શેખરભાઈ આયાચી ની આગેવાની હેઠળ ૨૦ કરોડ ઉપરનું GPSC/UPSC કોચિંગ સેન્ટર માટે પણ ફંડિંગ જાહેર થયું.આ પ્રસંગમાં ઉપસ્થિત આઈ દેવલ મા,કચ્છના પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, મુખ્ય આયોજક એવા ચંદ્રશેખર અયાચી, શેષકરણજી આશીયા, જગદીપ અથાચી.એન.આર ગઢવી રાજભા ગઢવી ડો. બળવંત ખડીયા, પ્રોત્સાહનરૂપે કચ્છથી મોમાયાભા ગઢવી. મુંબઈ બેંગ્લોર થી આનંદ ગઢવી રાજસ્થાનથી રઘુવીર ચારણ સૌરાષ્ટ્રથી જગદીશ મેહડું અમદાવાદ થી કૈલાશ ગઢવી તથા અલગ અલગ રાજ્યથી ઉપસ્થિત રહેલા લોકોને વ્યાપાર વધે તે માટે યોજાયો હતો સ્ટેજ સંચાલન મોમાયભા ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું.પૃથ્વીરાજ અયાચી દ્વારા જણાવતા આ મહીનામાં જ આર્મ્સ-એમ્યુનેશન મેન્યુફેક્ચર ના એમ.ઓ.યુ ના હસ્તાક્ષર પણ થવા જઈ રહ્યા છે પૃથ્વીરાજ રાઇફલ ક્લબ એસોસિએશન મા ક્લાસ પણ ચાલુ છે તેમ જણાવાયું હતું.તેમજ સંગીત સંધ્યા કાર્યક્રમનો પણ આયોજન કરવામાં આવ્યો હતો જેમાં કલાકાર ઓસમાણ મીર દ્વારા સંગીતના સૂર રેલાવ્યા હતા.

Related Articles

Total Website visit

1,505,906

TRENDING NOW