ગાંધી નિર્વાણ દિને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને રાજભવન પરિવારે બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
પૂજ્ય મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બે મિનિટનું મૌન પાડીને પૂજ્ય ગાંધીજી અને દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે વીર શહીદોએ પોતાના પ્રાણની આહુતિ આપી છે એ વીર શહીદોની સ્મૃતિમાં પૂજ્ય ગાંધીજીના નિર્વાણ દિને આજે સવારે 11:00 કલાકે રાજભવન પરિસરમાં મૌન પાળવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે રાજભવન પરિવારના તમામ સભ્યોએ પણ બે મિનિટનું મૌન પાડ્યું હતું.