ખેવાળીયા પ્રાથમિક શાળામાં વ્યશન જાગૃતિ માટે વકૃત્વ સ્પર્ધા યોજાઈ
મોરબી: તમાકુ કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરાળા દ્વારા મોરબી તાલુકાના ખેવાળીયા ગામે આવેલ ખેવાળીયા પ્રાથમિક શાળા મા વ્યસનની જાગૃતિ માટે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું

આજે તમાકુ કંટ્રોલ સેલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરાળા દ્વારા વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ૫૦ જેટલા બાળકોએ ભાગ લીધેલ હતો. જેમાં બાળકોને વ્યસનથી થતા નુકસાન વિશે વિગતવાર માહીતી આપવામા આવી હતી અને તેની કેવી કેવી અસરો થાય તે પણ જણાવવામા આવ્યું.

સમાજમા તમાકુના દૂષણ અટકાવવાના પગલાંઓ તથા તેનાથી થતા નુકસાન વિશે વકૃત્વ સ્પર્ધા યોજેલ જેમાંથી યોગ્ય અને સારું વકૃત્વ આવનારને પ્રથમ, બીજો, ત્રીજા નંબરને ઇનામ આપીને સન્માનિત કરવામાં આવેલ તેમજ તમામ ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહન ઇનામ આપવામા આવેલ હતું તથા તમામ બાળકોને નાસ્તો કરાવવામા આવેલ હતો.
કાર્યક્રમના અંતે ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા ફરજ બજાવતા સુપરવાઇઝર કમલેશભાઈ કાલરીયા દ્વારા તમાકુના વ્યસનથી થતું નુકસાન અને બીમારીઓ વિશે વિગતવાર માહીતી આપી હતી.
કાર્યક્રમને સાર્થક કરવામાં સુપરવાઈઝર બીનાબેન સનાવડા તેમજ ડી.ડી ડાભી તેમજ શાળાના આચાર્ય અરવિંદ ભાઈ સાવરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા





