ખેવારીયા ગામે રામજી મંદિર પાસે જુગાર રમતા પાંચ ઝડપાયા.
મોરબી તાલુકાના ખેવારીયા ગામે રામજી મંદિર પાસે શેરીમાં તીન પત્તીનો જુગાર રમતા પાંચ જુગારીઓને પોલીસે પકડી પાડ્યા છે ત્યારે તેમની વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખેવારીયા ગામે રામજી મંદિર પાસે શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા રજનીકાંત ઉર્ફે લાલો હંસરાજભાઇ જોષી રહે. વાવડી રોડ ભગવતી -૦૪ મોરબી, રમેશભાઈ બચુભાઈ કાલરીયા, ગોરધનભાઈ અવચરભાઈ રાજપરા,ભીખુભા બાપુભા જાડેજા, તથા રાજેશભાઈ જેઠાભાઈ પ્રજાપતિ રહે ચારે ખેવારીયા ગામ તા. મોરબી વાળાને રોકડ રકમ રૂ.૧૧,૨૧૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





