ખેડૂતોને સમયસર વીજળી આપવા ટંકારા પડધરી ના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા એ ઊર્જા મંત્રીને રજૂઆત કરી.
મોરબી જિલ્લાના ખેડૂતોને સમયસર પાવર સપ્લાય આપવા ટાઈમ ટેબલ નિશ્ચિત કરવા માટે ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા દ્વારા ઊર્જા મંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
મોરબી જિલ્લામાં ખેડૂતોને હાલ ખેતી માટે ત્રણ પાળીઓ માં પાવર સપ્લાય આપવામાં આવે છે.હાલ શિયાળાની ઋતુ હોઈ અને ખેડૂતોને રાત્રે પાવર સપ્લાય મળતો હોય જેના કારણે ખેડૂતોને હાલ ખૂબ મુશ્કેલીઓ પડતી હોઈ છે.ત્યારે હમણાં ઘણા સમયથી જિલ્લાના ઘણા ફિડરોમાં સતત રાત્રીના પાવર સપ્લાય થી ખેડૂતોને હેરાનગતિ ભોગવવી પડતી હોઈ છે. ત્યારે આ બાબતે ટંકારા પડધરી ના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા એ ઊર્જા મંત્રીને કનુભાઈ દેસાઈ ને ખેતીમાં વારા પ્રમાણે સંપૂર્ણ પાવર આપવા માટે રૂબરૂ રજૂઆત કરવામાં આવી છે.