Friday, May 2, 2025

ખાખરેચીમાં સાર્વજનિક હાઈસ્કૂલ તથા પ્રાથમિક શાળાનો સયુંકત રીતે 76 માં પ્રજાસતાક દિવસની ઉલ્લાસભેર ઉજવણી

Advertisement
Advertisement
Advertisement

ખાખરેચીમાં સાર્વજનિક હાઈસ્કૂલ તથા પ્રાથમિક શાળાનો સયુંકત રીતે 76 માં પ્રજાસતાક દિવસની ઉલ્લાસભેર ઉજવણી

માળીયા : માળીયા તાલુકાના ખાખરેચી ગામે ગ્રામ પંચાયત, સાર્વજનિક હાઈસ્કૂલ, મિશ્ર પ્રાથમિક શાળા, કુમાર પ્રા. શાળા અને કન્યા પ્રા. શાળા ના સયુંકત ઉપક્રમે 76 મા પ્રજાસતાક દિનની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા પરેડ સાથે ખાખરેચી ગામના સરપંચશ્રી વનીતાબેન દિનેશભાઇ પારજીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. શાળાના આચાર્યશ્રી મેહુલભાઈ ભોરણિયાએ આઝાદી અપાવનાર શહીદો અને સ્વાતંત્ર્યસેનાનીઓના જીવનમૂલ્યોની વાત કરી હતી.અને બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકર દ્વારા રચાયેલ ભારતીય બંધારણ વિશ્વમાં મોખરાનું સ્થાન ધરાવે છે તે સમગ્ર ભારતવાસીઓનું ગૌરવ છે.અને ઇનામ વિતરણના દાતાશ્રી અને અન્ય દાતાઓને બિરદાવીને આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ પ્રસંગને અનુરૂપ વિદ્યાર્થીઓએ શહીદ ભગતસિંહ અને બેટી બચાવો, બેટી પઢાવો પર પોતાના વિચારો રજુ કર્યા, પ્રસંગને અનુરૂપ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત પર નૃત્ય, એકપાત્રિય અભિનયો અને પિરામિડ જેવા કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા.

આ તકે સમગ્ર વર્ષ દરમિયાન શાળામાં યોજાયેલ સહભ્યાસિક પ્રવુતિમાં વક્તૃત્વ સ્પર્ધા , શિક્ષક દિન, મહેંદી સ્પર્ધા,નવરાત્રી ઉત્સવ જેવી જુદી જુદી સ્પર્ધામા પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીઓને તથા પ્રાથમિક શાળામાં જ્ઞાન સેતુ અને વાર્તા લેખનમાં પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીઓને દાતા સરપંચશ્રી,વનીતાબેન દિનેશભાઇ પારજીયા દ્વારા ફોલ્ડર ફાઈલ અને પેડ જેવા ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા .સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વક્તવ્ય, અભિનય રજુ કરનાર તમામ વિદ્યાર્થીઓને મહેમાનો અને ગ્રામજનો દ્વારા રોકડ પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ રાષ્ટ્રીય પર્વને ખાખરેચી ગ્રામ પંચાયતના સરપંચશ્રી વનીતાબેન દિનેશભાઇ પારજીયા , ખાખરેચી જિલ્લા પંચાયતના સભ્યશ્રી મહેશભાઈ પારજીયા, સહકારી મંડળીના પ્રમુખ અશોકભાઈ બાપોદરિયા, ઉપસરપંચશ્રી મેહુલભાઈ મેવાડા,પંચાયતના તમામ સદસ્યશ્રીઓ, તમામ શાળાના આચાર્યશ્રીઓ તથા શિક્ષકગણ, આંગણવાડી અને ગ્રામજનોની હાજરીમાં તમામ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો.

Related Articles

Total Website visit

1,502,696

TRENDING NOW