Wednesday, June 17, 2026

ખંભાળિયા મુકામે શ્રીબાલવી મંદિરે દર્શને કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા

Advertisement
Advertisement
Advertisement

આજરોજ ખંભાળિયા મુકામે શ્રીબાલવી મંદિરે દર્શને પધારતા કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઇ બેરા સાહેબ,ભૂવા શ્રી લાલજીભાઈએ ચુંદળી ઓઢાડી આપ્યા આશીર્વાદ

આજરોજ ખંભાળિયાના તન્ના પરિવારના કુળદેવી શ્રી બાલવી માતાજીના મંદિરે ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઇ બેરા સાહેબ બાલવી માતાજીના મંદિરે ખાસ પધાર્યા હતા.આં તકે બાલવી માતાજીના ભૂવા શ્રી લાલજીભાઈ દ્વારા કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઇ બેરા સાહેબને માતાજીના પ્રસાદી રૂપી ચૂંદળી ઓઢાડી આશીર્વાદ આપ્યા હતા. તેમજ આં તકે ખંભાળિયા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના,દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવા ભાજપના પ્રમુખ વનરાજસિંહ વાઢેર,શહેર ભાજપ મહામંત્રી ઇન્દ્રજીતસિંહ પરમાર,ભાજપ અગ્રણી પ્રભાત ભાઈ ચાવડા,ભાજપ અગ્રણી જીજ્ઞેશભાઈ પરમાર ,પૂર્વ પ્રમુખ સલાયા શહેર ભાજપ અરવિંદભાઈ ભટ્ટ,હિતેશભાઈ તન્ના તથા ભાજપ આગેવાનો ખાસ હાજર રહ્યા હતા. અત્રે ઉલેખનીય છે કે મુળુભાઇ બેરા સાહેબને બાલવી માતાજી પર અતૂટ શ્રદ્ધા છે. જેથી ખંભાળિયા સ્થિત મંદિરે અવારનવાર દર્શને પધારે છે.

Related Articles

Total Website visit

1,608,523

TRENDING NOW