Tuesday, March 10, 2026

કોરોના મહામારીમાં કમાઇ લઇએ..!! વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ: સુરેશ સોનાગરા હળવદ)

મોરબી: કોરોના મહામારીમાં કમાઇ લેવાની ગણતરીએ ડિગ્રી વગરના ડોક્ટરોનો રાંફડો ફાટી નીકળ્યો છે. જેમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર વધુ એક ડોક્ટરને પોલીસે ઝડપી લીધો છે.

હળવદ પોલીસે એક્શન મોડમાં આવી બોગસ ડોક્ટરને પકડી પાડવાની ઝુંબેશ હાથ ધરતા આરોગ્ય વિભાગને સાથે રાખી તાલુકાના દીઘડિયા ગામે છોપો મારતા અમીયકુમાર સચિનચંદ્રનાથ મંડલ (રહે.હાલ દીધડીયા.તા.હળવદ.મુળ.ગામ ધરમપુર થાના ચૈપના તાલુકો ઘોડા ડુંગરી. જિલ્લો બહેતુલ.એમ.પી) વાળા બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો હતો. પોલીસે પાકી બાતમીના આધારે દરોડો પાડી રંગેહાથ રૂ.૨૬૮૫ ની એલોપેથિક દવાઓના મુદ્દામાલ સાથે કોઈપણ પ્રકારની ડિગ્રી વગર પ્રેકટિસ કરતા બોગસ ડોક્ટરને ઝડપી પાડયો હતો. પોલીસની કાર્યવાહીથી ડિગ્રી વગરના ડોક્ટરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

હળવદ પોલીસના જણાવ્યા અનુસાર હળવદ પંથકમાં ડિગ્રી વગરના ધમધમતી હાટડીઓયોની હવે ખેર નથી. ઝડપાયેલા બોગસ ડોક્ટર સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ મિશન પાર પાડવા હળવદ પીઆઇ પી.એ. દેકાવાડીયા, જયપાલસિંહ ઝાલા, દેવુભા ઝાલા, યોગેશદાન ગઢવી, તથા પ્રાથમિક હેલ્થ ઓફિસર આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે દરોડો પાડી બોગસ ડોક્ટરને રંગેહાથ ઝડપી પાડયો હતો.

Related Articles

Total Website visit

1,595,274

TRENDING NOW