મોરબી જીલ્લામાં કોરોનાએ રીતસર કાળો કહેર મચાવ્યો છે. જેથી વધતા જતાં કોરોના સંક્રમણને અટકાવવા વેપારીઓ એસો. દ્વારા શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવાની સાથે સોમવારથી બપોરે 2 વાગ્યા બાદ બંધ રાખી આંશિક લોકડાઉનની પણ જાહેરાત કરવામાં આવી હતી.
આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં પણ ઘઉં ચણાની આવક બંધ કર્યા બાદ વારાફરતે આવક શરૂ કરવાની તૈયારી ચાલી રહી હતી. પણ કોરોનાનું સંક્રમણ વધતા યાર્ડ દ્વારા આગામી 17 એપ્રિલ સુધી સંપૂર્ણ કામકાજ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે એજન્ટો, વેપારીઓ અને ખેડૂતોને નોંધ લેવા ઇન્ચાર્જ સેક્રેટરી કાંતિભાઈ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.