કોટડા નાયાણી ગામે ઠપકો આપતા યુવકને ત્રણ શખ્સોએ માર માર્યો
વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે તળાવમાં બૈરાઓ નહવા ધોવા જતા હોય જે બાબતે જેસીબીના ડ્રાઈવરને ઠપકો આપતા યુવકને ત્રણ શખ્સોએ મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે રહેતા હરેશભાઈ જન્તિભાઈ સોલંકીએ આરોપી બળદેવસિંહ ઉર્ફે બળુભાઈ નોંઘુભાઈ જાડેજા, દેવુભા બળદેવસિંહ જાડેજા, તથા માલદેવસિંહ ઉર્ફે માલુભા મધુભાઈ (રહે ત્રણે કોટડા નાયાણી) વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે આરોપી બળદેવસિંહનો જે.સિ.બી.નો ડ્રાઈવર તળાવ પાસેથી નીકળતો હોય અને તળાવમાં ફરીયાદીના બૈરાઓ નાહવા ધોવા જતા હોય જેથી ફરીયાદી હરેશભાઈએ થોડા દિવસ પહેલા ડ્રાઈવરને ઠપકો આપતા સારુ નહીં લાગતા જેનુ મનદુઃખ રાખી આરોપી બળદેવસિંહ એ કુહાડી તથા દેવુભાએ પાવડા અને માલદેવસિંહ લાકડીથી તથા ઢીકાપાટુનો મુંઢમાર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી સાથે સંજયભાઈને ડાબા હાથે તથા જશુબેનને માથામાં પાવડા વડે ઈજા કરી ફરીને ભુંડાબોલી ગાળો આપી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની હરેશભાઈ એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.