Sunday, May 11, 2025

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના રામ મંદિર પર આપેલા નિવેદન બાદ હાર્દિક પટેલે કર્યો પલટવાર

Advertisement
Advertisement
Advertisement

કોંગ્રેસમાં હતાં ત્યારે હાર્દિક પટેલ પોતાના તેજાબી ભાષણોમાં ભાજપના ભલભલા નેતાઓને આડેહાથ લેતાં ખચકાતા નહીં હવે કોંગ્રેસ છોડતા જ હાર્દિક પટેલે કોંગ્રેસની નિતીરીતી પર ટીપણી કરી ચૂક્યા છે
ત્યારે ભરતસિંહ સોલંકી નાં નિવેદન બાદ કોંગ્રેસ પાર્ટી નેં આડેહાથ લેતા બેબાક અંદાજમાં કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી હિન્દુ લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કામ કરે છે હું કોંગ્રેસ અને તેના નેતાઓને પૂછવા માંગુ છું કે તમને ભગવાન શ્રી રામ સાથે શું દુશ્મની છે

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાં બાદ હાર્દિક પટેલે કૉંગ્રેસના નેતાઓને આડે હાથ લીધા છે. ભરતસિંહ સોલંકીએ રામ મંદિર પર આપેલા નિવેદન બાદ હાર્દિકે કૉંગ્રેસને ટ્વિટ કરીને આડે હાથ લીધી છે. હાર્દિક પટેલે ટ્વિટ કરીને લખ્યું કે, મેં પહેલા પણ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કામ કરે છે, આ લોકોએ હંમેશા હિન્દુ ધર્મની આસ્થાને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે.આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત કોંગ્રેસના નેતાએ નિવેદન આપ્યું છે કે રામ મંદિરની ઈંટો પર કૂતરા પેશાબ કરે છે
ભરતસિંહ સોલંકીએ રામ મંદિર અંગે નિવેદન આપતા કહ્યું કે, રામ મંદિર માટે શિલાઓ ભેગી કરી હતી. તે શિલાઓ પર કૂતરા પેશાબ કરતા થઈ ગયા. મહિલાઓએ કુમકુમ તિલક કરીને ગામના પાદરે શિલાઓ મૂકી હતી. કુમ કુમ ચાંદલાઓ અને પૂજા કરી રામશીલા અયોઘ્યા મોકલી હતી. મંદિરના નામે ઉઘરાવેલા રૂપિયાનો ભાજપે દેશને જવાબ આપવો જોઇએ.
હાર્દિક પટેલ ભાજપની પ્રશંસા કરી ચૂક્યો છે તેથી ભાજપમાં જોડાવાની સંભાવના છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસ બાદ હાર્દિક પટેલ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા અને આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાની હાજરીમાં પાર્ટીનો ખેસ ધારણ કરી શકે છે અને હવે તે કોંગ્રેસ સામે ખુલીને બોલી રહ્યો છે.

Related Articles

Total Website visit

1,502,921

TRENDING NOW