કેવિકે, કોડીનાર ખાતે નેશનલ મીશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત પાંચ દિવસીય તાલીમ પૂર્ણ થઈ
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર અને આત્મા પ્રોજેક્ટ, ગીર સોમનાથ દ્વારા નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના જુદાજુદા કલસ્ટરમાં પસંદગી પામેલ કૃષિ સખી અને કલસ્ટર રીસોર્સ પર્સન માટે પાંચ દિવસીય પ્રાકૃતિક ખેતીની તાલીમ આજે પૂર્ણ થઈ. આ કાર્યક્રમમાં ડો.પુષ્પકાંત સુવર્ણકાર, પ્રોજેકટ ડાયરેક્ટર આત્મા,ગીર સોમનાથ, શ્રી જીતેન્દ્રસિંહ, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કેવીકે, અંબુજાનગર, શ્રી રમેશ રાઠોડ, વિષય નિષ્ણાંત, પાક સંરક્ષણ, કેવિકે, શ્રી મનીષ બલદાનિયા, વિષય નિષ્ણાંત, પાક વિજ્ઞાન, કેવિકે, શ્રી કલ્પેશ પરમાર, ડીપીડી, આત્મા ઉપસ્થિત રહ્યા હતા અને પ્રસંગોચીત ઉદબોધન કર્યું હતું. આ કાર્યક્રમના અંતે તમામ તાલીમાર્થીઓને સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા હતા અને તાલીમાર્થીઓએ પોતાના અનુભવો પણ વર્ણવ્યા હતા. આ કાર્યક્રમમાં ૪૦ થી વધારે તાલીમાર્થીઓ જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી રમેશ રાઠોડ, વિષય નિષ્ણાંત, પાક સંરક્ષણ દ્વારા કરવામાં આવ્યું હતું.
