Sunday, May 4, 2025

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી અને ક્રિભકો દ્વારા ટંકારાના જબલપુર ગામે ખેડૂત તાલીમ યોજાઈ

Advertisement
Advertisement
Advertisement

ટંકારા: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી અને ક્રિભકો દ્વારા ટંકારાના જબલપુર ગામે  સહકારી મંડળીના સહકારથી ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું. આ તાલીમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડો. જીવાણીએ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની પ્રવૃતિ વિશે ખેડૂતને માહિતગાર કર્યા હતા.

કૃષિ વૈજ્ઞાનિક ડી.એ.સરડવા દ્વારા હાલની પરિસ્થિતિમાં એટલે કે વરસાદની ખેંચ  તેમજ રોગ જીવાતનો ઉપદ્રવ પણ વધુ હોય તેવા સંજોગોમાં દવા અને ખાતરનો વિવેક પૂર્વક કઈ રીતે ઉપયોગ કરવો તેમજ પિયત પાણીનો કઈ રીતે  કરકસર ભર્યો ઉપયોગ કરવો તે અંગે ખેડૂતોને માહિતગાર કર્યા હતા.

ક્રિભકોના એરીયા મેનેજર વસોયાએ ખેડૂતોને જૈવિક ખાતરનો ખેતી પાકોમાં ઉપયોગિતા વિશે સમજણ આપી અને આ તાલીમની આભાર વિધિ ક્રિભકોના પ્રતિનિધિ રાબડીયાએ કરી હતી. આ તાલીમમાં ટંકારા તાલુકાના જબલપુર ગામ તેમજ આસપાસના ગામના ખેડૂતોએ રસપૂર્વક ભાગ લઈ ખેતી અંગેના વિવિધ પાસાઓ અંગે માહિતગાર થયા હતા

Related Articles

Total Website visit

1,502,735

TRENDING NOW