કુબેરનગર વિસ્તારમાં સગીર એ ગડેફાસો ખાય જીવન ટૂંકાવ્યું.
મોરબીના કુબેરનગર ખાતે રહેતા 16 વર્ષીય સગીરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાય પોતાનું જીવન ટૂંકાવ્યું હતું જે બાબતે પોલીસ દ્વારા નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના કુબેરનગરમાં રહેતા મનદીપભાઈ મેહુલભાઈ ચૌહાણ (ઉ.વ.૧૬) એ ગત તા.૧૩-૦૨-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.