ટંકારા તાલુકાના હડમતીયા ગામે આવેલ અક્ષર ઈન્ડિયા એલ.એલ.પી. કારખાનામાં લોડીંગ પોઇન્ટ ઉપર રોલ પડેલ હોય જે જગ્યાએ રમતા રમતા ત્યાં જતાં પ્લાસ્ટિકનો ૭૦૦ કિલોનો રોલ ઉપર પડતા ત્રણ વર્ષની માસૂમ બાળકીનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મુળ સુરેન્દ્રનગરના વતની અને હાલ ટંકારા તાલુકાના હડમતીયા ગામે આવેલ અક્ષર ઈન્ડિયા એલ.એલ.પી. કારખાનામાં રહેતા અલીવીરા અલ્તાફભાઇ બેલી (ઉ.વ.૦૩) ની દિકરી અલવીરા તેના માતા-પિતા સાથે હડમતીયા ગામે આવેલ અક્ષર ઈન્ડિયા એલ.એલ.પી. કારખાનામાં સાથે આવેલ હોય જે તા.૦૨/૧૦/૨૦૨૧ ના સાંજના સાડા પાંચ વાગ્યે કારખાનામાં લોડીંગ પોઇન્ટ ઉપર પ્લાસ્ટિક નો રોલ પડેલ હોય જે જગ્યાએ રમતા રમતા ત્યાં જતાં પ્લાસ્ટિકનો અંદાજે ૭૦૦ કિલોનો રોલ તેના ડાબા પગ ઉપર તથા શરીર ઉપર ફરી વળતાં પ્રાથમિક સારવાર મોરબી ખાનગી હોસ્પિટલમાં ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં રીફર કરતા ૦૩-૧૦-૨૧ના રાત્રીના ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતા.