મોરબી : મોરબીના નવાં જાંબુડીયા ગામે નીલકો ૨ બાથ કારખાનામાં પતરાં પર કામ કરી વેળાએ ઉપરથી અકસ્માતે શ્રમિક પડતા તને સારવાર અર્થે ખસેડવામાં આવેલ જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ મોરબીના નવાં જાંબુડીયા ગામે આવેલ નીલકો ૨ બાથ કારખાનામાં ગઈ કાલે તા.૪ના રોજ જગમાલભાઈ લક્ષ્મણભાઈ કુંવરીયા (ઉ.વ.૩૭.રહે, ત્રાજપર.મોરબી) કારખાનામાં પતરાં પર કામ કરતી વેળાએ અકસ્માતે પડી જતાં પ્રથમ સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ત્યારબાદ વધુ સારવાર અર્થે મોરબીની સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કર્યો હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.