Saturday, June 27, 2026

કચ્છમાં કોરોનાની એન્ટ્રી!

Advertisement
Advertisement
Advertisement

કચ્છમાં કોરોનાની એન્ટ્રી!

જિલ્લામાં પ્રથમ કોરોના કેસ નોંધાયો; અંજારના વરસામેડીના 50 વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો!

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ગુજરાતનાં કચ્છમાં પણ લાંબા સમય બાદ કોરોનાએ એન્ટ્રી કરી છે. કચ્છના અંજારમાં કોરોનાનો કેસ સામે આવ્યો છે.

જાણવા મળી રહ્યું છે કે અંજારના કોરોના સંક્રમિત દર્દી થોડા સમય પહેલા ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને પરત આવેલા આ શખ્સને કોરોના લક્ષણો જોવા મળ્યા. બાદમાં કોરોના ટેસ્ટ કરાવતા તેમના રિપોર્ટ્સ પોઝિટિવ આવ્યા હતા. તેમના રિપોર્ટ્સ આવ્યા બાદ ઘરના તમામ સાત સભ્યોના સેમ્પલ લેવામાં આવ્યા છે.

Related Articles

Total Website visit

1,609,506

TRENDING NOW