કચ્છ માં શ્રીમદ્ ભાગવત કથા માં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ ને ૧૧ લાખનું દાન
કચ્છ એટલે માયાળુ અને ભોળા માનવીનો મલક હાલ કચ્છ જિલ્લા ના માંડવી તાલુકાના નાના રતડીયા ગામે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નુ શ્રીપીઠ આશાપુરા માતાજી મંદિર ના ગુરુ પ. પૂ. કલ્યાણગીરીજી દ્વારા ભવ્ય થી દિવ્ય આયોજન કરાયું છે જેમાં વ્રજવાસીનાં વિદ્યાન વકતા શ્રી સ્વામી જિતેન્દ્રનાથ મહારાજ એના મથુર કંઠે થી કથાનું રસપાન કરાવી રહ્યાં છે
જેમાં લાખો ભક્તો ભક્તિ સાથે પ્રસાદ લઈ ભાગવત ની વહેતી ગંગા મા ન્હાવા નો અવસર ના સાક્ષી બન્યા હતા
આ ભાગવત સપ્તાહ ના મુખ્ય દાતા તરીકે બાપુના પ્રિય શિષ્ય અનિલકુમાર મણિશંકર પેથાણી એ દાનનો ધોધ વહાવ્યો હતો જે ધાર્મિક અને સેવાકીય કાર્ય માટે કચ્છ માં ભામાશા તરીકે જાણીતા છે
આ કથામાં સંઘ ના વડા મોહન ભાગવતજી, યોગી આદિત્યનાથ અને અનેક મહાનુભાવો ની હાજરી પણ છે જેમાં ખાસ દેશભર માં જાણીતા દિલીપભાઈ દેશમુખ કે જે દાદાના હુલામણા નામથી વિખ્યાત છે જે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે જેમની આ સેવા થકી ઘણા ને નવું જીવન મળ્યું છે
આ કથામાં દિલીપભાઈ (દાદા) એ પણ બાપુના આશીવાદ લીધા અને અંગદાન વિશે પ્રવચન આપ્યું હતું જેમાં કલ્યાણગીરીજી બાપુ દ્વારા અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ ને ૧૧૦૦૦૦૦ નો ચેક અર્પણ કરી આ સેવાયજ્ઞ કામગીરી માં સહભાગી બની બિરદાવી હતી
આ દાનની સરવાણી ના પ્રસંગે બાપુ સાથે ટ્રસ્ટીગન અને બાપુના પ્રિય સેવક ગભરુભાઈ રોજીયા, કીર્તિ ગોર, તાપસ શાહ વગેરે પણ ઊપસ્થિત હતા, અને તેમની ટીમ દ્વારા આ ભગીરથી કામને સફળ બનાવા અથાગ મહેનત કરી હતી અને સંઘ સંચાલક મોહન ભાગવતજી અને શંકરાચાર્ય ના વરદ હસ્તે નવા બિલ્ડિંગ નું લોકાર્પણ છે





