Wednesday, June 17, 2026

એલસીબી દ્વારા મોરબી ના કાર ચોરને બે કાર સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો.

Advertisement
Advertisement
Advertisement

એલસીબી દ્વારા મોરબી ના કાર ચોરને બે કાર સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો.

પોકેટકોપ એપની મદદથી મોરબી સિટી બી ડિવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ કાર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બીજી ચોરી/છળકપટથી મેળવેલ કાર મળી બે કાર સહીત કુલ રૂ. ૮૦૫૦૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે. જ્યારે અન્ય એક શખ્સનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મોરબી જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુના શોધી કાઢવા તથા ગુન્હેગારો પકડવા ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓને સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ કાર્યરત હતા તે દરમ્યાન એલ.સી.બી. સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે, ચોરી કે છળકપટથી મેળવેલ હ્યુડાઇ કંપનીની “ઓરા ” કાર નંબર પ્લેટ વગરની સાથે ધવલગીરી વિજયગીરી દોલતગીરી ગોસાઇ રહે. રાજકોટ વાળાને ખાનપર રોડ ઉપરથી નંબર પ્લેટ વગરની હુંડાઇ કંપની ની “ઓરા ” સાથે પકડી તેની પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય અને પોકેટકોપ એપ્લીકેશન મારફતે ખરાઇ કરતા કાર મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો.કલમ ૩૭૯,૧૧૪ મુજબના કામે ચોરીમાં ગયેલ મુદામાલની હોવાનું જણાય આવતા ઇસમની વિશેષ પુછપરછ કરતા પોતે તથા પોતાના સાથીદાર આનંદભાઇ શાંતિલાલ ઠકકર રહે. રાજકોટ વાળા સાથે મળી આ કાર મોરબી બાયપાસરોડ, શેરે પંજાબ હોટલે ડ્રાઇવરને જમવાના બહાનેકારમાંથી ઉતારી કાર ચોરી લઇ જઇ ભાગી ગયેલનું જણાવેલ તેમજ રાજકોટ, ગ્રીનલેન્ડચોકડી ખાતેથી એક હુંડાઇ કંપની ની “ ઓરા ” કાર ભાડેથી લઇ જવાનું કહી આજથી આશરે અઢી- ત્રણ માસ પહેલા ગાડી લઇ ગયેલ જે ગાડી ધૂળકોટ મુકામે વેચવા કે ગીરવે મુકવાના ઇરાદે સંતાડી રાખેલ હોય જે ગાડી પણ રીકવર કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સિટી બી ડિવીજન પોલીસ સ્ટેશ તરફ સોપવામાં આવેલ છે.

જ્યારે હ્યુંડાઇ કંપનીની “ ઓરા ” નંબર પ્લેટ વગરની બે કાર તથા એક મોબાઇલ ફોન મળી કુલ કિં રૂ. ૮૦૫૦૦૦/- ના મુદામાલ સાથે આરોપી ધવલગીરી વિજયગીરી ગોસાઇ ઉવ-૨૧ રહે.પરાપીપળીયા, એકતા સોસાયટી, જામનગરરોડ, રાજકોટ વાળાને ઝડપી પાડી તેની પુછપરછ કરતા અન્ય એક શખ્સ આનંદભાઇ શાંતિલાલ ઠકકર રહે બેડીચોકડી, રેડરોઝ હોટલ પાછળ અમૃતપાર્ક, શેરી નં.-૦૧, રાજકોટ, વાળાનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,518

TRENDING NOW