Wednesday, June 24, 2026

એ.સી.બી. સફળ ટ્રેપ કેસ
ફરીયાદી :-
એક જાગૃત નાગરીક.

Advertisement
Advertisement
Advertisement

એ.સી.બી. સફળ ટ્રેપ કેસ
ફરીયાદી :-
એક જાગૃત નાગરીક.

આરોપી :- રાજેશકુમાર નારણભાઈ દેસાઈ , શિક્ષણ નિરીક્ષક,વર્ગ -૨ , જીલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી પાલનપુર, જીલ્લો.બનાસકાંઠા.

લાંચની માંગણીની રકમ :-
રૂા. ૧૦,૦૦૦/-

લાંચની સ્વીકારેલી રકમ :-
રૂા. ૧૦,૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ :-
રૂા. ૧૦,૦૦૦/-

ગુનાની તારીખ :-
તા. ૨૩/૧૨/ર૦ર૩

ટ્રેપનું સ્થળ :-
જહોઆરા બગીચાના ખૂણામાં, સરસ્વતિ સર્કલ, ડેરી રોડ,પાલનપુર.

ટુંક વિગત :-
આ કામના ફરિયાદીએ સને.૨૦૨૩ માં ગ્રાન્ટેડ શાળા ઓમાં આચાર્યની ભરતી થયેલી તેમાં ઓનલાઇન ઉમેદવારી કરેલ તેમાં ઇન્ટરવ્યૂમાં જીલ્લા કક્ષાની ભરતી ની પસંદગી સમીતી માં આ કામના આક્ષેપિતે આ કામના ફરિયાદીનું ઇન્ટરવ્યુ લીધેલ અને ફરિયાદી આ ઇન્ટરવ્યૂમાં પાસ જાહેર થયેલ અને આચાર્ય તરીકે નિમણુંક પામેલા. જે નિમણુંક માટે આ કામના આક્ષેપીતે ફરિયાદી પાસે આચાર્ય તરીકેની નિમણુંક માં ચાલીસ હજાર નો વ્યવહાર ચાલે છે અને નિમણુંકમાં મદદ કરેલ છે તેમ કહી ચાલીસ હજારની માંગણી કરેલ અને રકજક ના અંતે રૂપિયા ૨૦,૦૦૦/- આપવાના નકકી કરેલ અને તેમાંથી રૂપિયા ૧૦,૦૦૦/- આ કામ ના ફરિયાદીએ પહેલા આપી દીધેલ અને બાકીના રૂપિયા ૧૦,૦૦૦/- ની લાંચની આ કામ ના આક્ષેપિત માંગણી કરતાં હોઇ જે લાંચ ની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીનાઓએ પાટણ એ.સી.બી.ને ફરીયાદ કરતાં ફરીયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આક્ષેપિતે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, આક્ષેપિતનાએ રૂા.૧૦,૦૦૦/- લાંચની માંગણી કરી, લાંચના નાણાં સ્વીકારી સ્થળ ઉપરથી પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.

નોંધ :-
આક્ષેપિતને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

ટ્રેપીંગ અધિકારીશ્રી :-
શ્રી એમ.જે.ચૌધરી.,
પો.ઇન્સ. એ.સી.બી. પાટણ

સુપરવીઝન અધિકારીશ્રી :-
શ્રી કે.એચ.ગોહીલ ,
મદદનીશ નિયામક,
એ.સી.બી. બોર્ડર એકમ, ભુજ.

Related Articles

Total Website visit

1,609,222

TRENDING NOW