મોરબીના ઉંચી માંડેલ ગામે કારખાનાની સીડી ઉપરથી પડી જતા બાળકીનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીના ઊંચી માંડલ
ગામે સીરામીક કારખાનાની સીડી ઉપરથી પડી જતા મીતલબેન ભરતભાઈ કોળી (ઉ.વ. ૯ રહે. ઉંચી માંડલ) ને ગંભીર ઇજા પહોંચી હતી. જેથી સારવાર અર્થે અમદાવાદ સીવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવી હતી જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હોવનું ફરજ પરના તબીબે જણાવ્યું હતું. આ બનાવ અંગે અકસ્માતે મોત દાખલ કરી મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.