ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, મોરબીને સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ બદલ નેશનલ એવોર્ડ મળ્યો
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એ મોરબીના બધા ડોક્ટરોનું એક સંગઠન છે. તેના દ્વારા વર્ષ 2021-22 દરમિયાન ડોક્ટરોના સેમિનાર, જનજાગૃતિ અને વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવેલ.

એસોસિએશનના સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા વર્ષ દરમિયાન મોરબીમાં તેમજ ગામડાઓમાં અનેક કેમ્પમાં સેવા આપવામાં આવેલ. તદુપરાંત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ ,આ બધી ઉત્કૃષ્ટ કામગીરીઓને ધ્યાનમાં લઈને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, ન્યુ દિલ્હી હેડ ક્વાર્ટર્સ દ્વારા “નેશનલ પ્રેસિડન્ટ એપ્રેસીએશન એવોર્ડ” ફોર બેસ્ટ બ્રાન્ચ ફોર કોમ્યુનિટી સર્વિસિસ મોરબીની બ્રાન્ચને ઓલ ઇન્ડિયા મેડિકલ કોન્ફરન્સ દરમિયાન એનાયત થયેલ.

. વર્ષ 2021-22 દરમિયાન ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની મોરબી બ્રાન્ચના પ્રમુખ તરીકે ડો. દિપક બાવરવા અને સેક્રેટરી તરીકે ડો. જયદીપ કાચરોલાએ પોતાની સેવાઓ આપી હતી.