તાજેતરમાં મોરબી જલારામ મંદિર ખાતે સમસ્ત લોહાણા સમાજ ના અગ્રણીઓની અગત્ય ની બેઠક નુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા બહોળી સંખ્યા મા મોરબી લોહાણા સમાજ ના વિવિધ રાજકીય તેમજ સામાજીક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત આવતીકાલ તા.૨૬-૬-૨૦૨૨ રવિવાર ના રોજ વાંકાનેર મુકામે સમસ્ત લોહાણા સમાજ ની એકતા ના પ્રતિક સમા પવિત્ર શ્રી રામધામ ના સ્વપ્નદ્રષ્ટા, હિન્દુ હ્રદયસમ્રાટ શ્રી જીતુભાઈ સોમાણી તથા વાંકાનેર નગરપાલીકા ના પ્રમુખ શ્રીમતિ જયશ્રીબેન સેજપાલ ના સમર્થન મા યોજાનાર મહાસંમેલન મા ઉમટી પડવા મોરબી લોહાણા સમાજ ના અગ્રણીઓએ હાંકલ કરી છે.

તો આગામી રવિવાર તા.૩-૭-૨૦૨૨ ના રોજ મોરબી મુકામે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા રઘુવંશી સમાજ ની વિશાળ કાર તથા બાઈક રેલી ઉપરાંત લોહાણા સમાજ ના મહાસંમેલન નુ આયોજન કરવા મા આવેલ છે તેના આયોજન ના ભાગરૂપે લોહાણા સમાજ ના અગ્રણીઓ દ્વારા બેઠકમા વિસ્તૃત ચર્ચા કરવા મા આવી હતી.
તા.૨૬-૬ ના રોજ વાંકાનેર ખાતે યોજાનાર મહાસંમેલન મા જવા મોરબી લોહાણા સમાજ ના અગ્રણીઓ સાંજે ૫ કલાકે મોરબી જલારામ મંદિર ખાતેથી પ્રસ્થાન કરશે. તે ઉપરાંત આગામી તા.૩-૭-૨૦૨૨ ના રોજ મોરબી મુકામે યોજાનાર કાર તથા બાઈક રેલી સાંજે ૪ વાગ્યે શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ ખાતેથી પ્રસ્થાન કરશે. ત્યાંથી જુના બસસ્ટેશન-પરાબજાર-શાક માર્કેટ ચોક-ગાંધીચોક-વસંતપ્લોટ-શનાળા રોડ-નવા બસ સ્ટેશન-માણેક સોસાયટી મેઈનરોડ-બાપા સિતારામ ચોક-નરસંગ ટેકરી-રવાપર કેનાલ ચોકડી-લીલાપર કેનાલ રોડ સહીત ના શહેર ના રાજમાર્ગો પર ફરી વળી લીલાપર કેનાલ રોડ સ્થિત કેશવ પાર્ટી પ્લોટ ખાતે વિરામ લેશે. લીલાપર કેનાલ રોડ સ્થિત કેશવ પાર્ટી પ્લોટ ખાતે સમસ્ત લોહાણા સમાજ નુ મહાસંમેલન રઘુવંશી ક્રાંતિ મંચ ના નેજા હેઠળ યોજાશે. મહાસંમેલન મા ઉમટી પડવા સમસ્ત લોહાણા સમાજ ના અગ્રણીઓ દ્વારા અનુરોધ કરવા મા આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે તાજેતર મા લોહાણા મહિલા શ્રીમતિ જયશ્રીબેન સેજપાલ સંચાલિત વાંકાનેર નગરપાલીકા ને સુપરસીડ કરવા અંગે નોટીસ ફટકારવા મા આવી છે ત્યારે ઠેર ઠેર રઘુવંશી સમાજ મા રોષ ભભુકી ઉઠ્યો છે. ગુજરાત ની ૧૬૨ નગરપાલીકાઓ માંથી માત્ર લોહાણા સમાજ સંચાલિત વાંકાનેર નગરપાલીકા ને જ નોટીસ શા માટે? સમસ્ત લોહાણા સમાજ ના રાજકીય પતન નો કારસો ઘડનાર પદડા પાછળ ના ખેલાડી કોણ?ત્યારે થોડા સમય પહેલા જીતુ સોમાણી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને ખુલાસો કરવામાં આવ્યો હતો અને ભાજપ ના મોટા ગજાના નેતાઓ પર આક્ષેપો કર્યા હતા. વાંકાનેર મુકામે યોજાનાર મહાસંમેલન તેમજ મોરબી મુકામે યોજાનાર રઘુવંશી મહાસંમેલન મોરબી જીલ્લા ના રાજકારણ મા નવા જુની સર્જશે તેવુ રાજકીય પંડિતોનુ માનવુ છે.