આવતી કાલે મોરબી મેઈન પોસ્ટ ઓફિસ ખાતે ખાસ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના નાં લાભાર્થી તેમ જ અન્ય યોજનાઓ ના લાભાર્થી ઓ માટે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક નુ પ્રીમિયમ ડિજિટલ સેવિંગ એકાઉન્ટનું એકાઉન્ટ ખોલવા માટે નો કેમ્પ મુખ્ય પોસ્ટ ઓફિસ પરાબજાર મોરબી ખાતે તા-26/9/24 ને ગુરૂવારના સવાર ના 7-30 કલાક થી બપોરના 11-00 વાગ્યા સુધી નો કેમ્પ રાખવા માં આવેલ છે જેમાં આધાર કાર્ડ અને મોબાઈલ ફોન તેમજ એકાઉન્ટ નાં રૂપિયા 200 સાથે રાખવા નાં રહેશે એકાઉન્ટ તુરંત અરજન્ટ ખોલી આપવામાં આવશે આ કેમ્પ માં મોરબી ની જાહેર જનતા ને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ને આ કેમ્પ નો લાભ લેવા માટે મોરબી મેઈન પોસ્ટ ઓફિસ નાં પોસ્ટ માસ્તર શ્રી પરાગભાઈ વસંતની એક પ્રેસ અખબારી યાદીમાં જણાવાયું છે