આમરણ ગામે મોનોકોટો પી જતા વૃદ્ધ નું મોત.
આમરણ ગામે વૃદ્ધએ અગમ્ય કારણો સર પોતાના ઘરે મોનોકોટો પી તેમનું મૃત્યુ નિપજ્યું હતું. ત્યારે આ અંગે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા શામજીભાઈ છગનભાઇ ગામ્ભવા ઉ.58 નામના વૃદ્ધે અગમ્ય કારણોસર પોતાના ઘેર મોનોકોટો નામની ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.