આમ આદમી પાર્ટી દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લા ને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી મુખ્યમંત્રી સહાય યોજના હેઠળ સહાય ચૂકવવા બાબત આવેદન પત્ર આપવામાં આવ્યું..
દેવભુમી દ્વારકા માં યોગ્ય વરસાદ ના આવતા ખેડૂતો પરેશાન થઇ રહ્યા છે, ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે, અને ખેડૂત જગતનો તાત છે ખેડૂતોના હિતોની રક્ષા કરવી એ દરેક સરકારની ફરજ છે, પરંતુ આ ચોમાસા દરમિયાન છેલ્લા સતત 65 દિવસથી વરસાદનું એક ટીપું પણ ગુજરાતની અંદર પડ્યું નથી. અનાવૃષ્ટિ અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કિસ્સામાં મુખ્યમંત્રી સહાય યોજના હેઠળ ખેડૂતો સહાય મેળવવા પાત્ર છે. જેમાં અનાવૃષ્ટિના કિસ્સામાં નિયમ અનુસાર તાલુકા મહેસુલ રેન ગેજ મુજબ જે તાલુકામાંસીઝનનો 10 ઇંચ થી ઓછો વરસાદ પડેલો હોય અથવા રાજ્યમાં ચોમાસુ શરૂ થાય ત્યારથી 31 ઓગસ્ટ સુધીના સમયગાળા માં બે વરસાદ વચ્ચે સંતત 4 અઠવાડિયા અથવા 28 દિવસ વરસાદ પડેલ ન હોય એટલે કે સતત શૂન્ય વરસાદ હોય જેના લીધે ખેતીના વાવેતર થયેલ પાકને નુકસાન થયેલ હોય તેને દુષ્કાળ અથવા અનાવૃષ્ટિનું જોખમ ગણવામાં આવે છે, જે તાલુકો નો અનાવૃષ્ટિમાં સમાવેશ કરવામાં આવે ત્યાં ખેડૂતોને નિયમ અનુસાર 33% થી 60 ટકા સુધી નુકસાન હોય તેવા કિસ્સામાં પ્રત્યેક એક્ટર ₹20,000 ચાર એક્ટરની મર્યાદામાં ચૂકવવાની જોગવાઈ છે એવી જ રીતે 60% થી વધારે નુકસાન હોય તે તાલુકાના ખેડૂતોને પ્રતિ એક્ટર 25000 ચાર હેક્ટરની મર્યાદામાં ચૂકવવાના હોય છે..દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાલુકા સહિત ચાલુ વર્ષ ગુજરાતના 235 થી વધારે તાલુકામાં 31 ઓગસ્ટ પહેલા 30 દિવસથી વધારે સમયથી વરસાદ પડેલ નથી, દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી તાત્કાલિક ધોરણે દ્વારકા જિલ્લાના ચારે તાલુકાઓને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ તમામ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તે બાબત આવેદન પત્ર પાઠવવા માં આવ્યું હતું..






