આજ રોજ તારીખ ૦૫/૦૬/૨૦૨૩ ના રોજ જેપુર ગામમાં સાંજે ૫:૦૦ કલાકે ગ્રામસભા નું આયોજન કરવામાં આવ્યું આ ગ્રામસભા નું સંચાલન પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી સુભાષભાઈ ખાંભરા દ્વારા કરવામાં આવ્યું. ગ્રામસભા માં વિશ્વ પર્યાવરણ દિવસ બાબતે ચર્ચા કરવામાં આવી. પર્યાવરણ બચાવવા માટે કેવા પગલાં લેવા તે બાબતે ચર્ચા કરવામાં આવી. આંગણવાડી માં પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવી તેમજ સૌચાલય ની સુવિધા ઉપલબ્ધ કરાવવી તથા બીજા વિકાસના કામો કરવા માટે ચર્ચા કરવામાં આવી.








