મોરબીમાંઅયોધ્યા પુરી રોડ પરથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીમાંઅયોધ્યા પુરી રોડ પર આયુષ હોસ્પિટલ આગળથી આરોપી યાકુબભાઈ સલેમાનભાઈ કેઇડા (રહે. પંચાસર રોડ ન્યુ જનક સોસાયટી મોરબી) ને વિદેશી દારૂની બોટલ નંગ-૧ (કિં.રૂ. ૩૦૦) ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.