Sunday, June 21, 2026

અમદાવાદ-કચ્છ હાઈવે પર ત્રીપલ અકસ્માત: એકનું મોત, 12 થી વધુ લોકો ઈજાગ્રસ્ત

Advertisement
Advertisement
Advertisement

અમદાવાદ-કચ્છ હાઈવે પર ત્રીપલ અકસ્માત: એકનું મોત, 12 થી વધુ લોકો ઈજાગ્રસ્ત

મોરબી: અમદાવાદ – કચ્છ હાઈવે પર કવાડીયા ગામના પાટીયા નજીક ગત મોડીરાત્રે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસ, ટેન્કર અને ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ઇકોમાં બેસલ એક વૃદ્ધનું મોત નિપજ્યું હતું. જ્યારે ૧૨થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોય તેઓને સારવાર માટે હળવદ અને ધાંગધ્રાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે જાણ થતા હળવદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.

મળતી માહિતી મુજબ આ બનાવ ટેન્કરે ઈકો કારને ટક્કર મારતાં એસટી બસ સાથે અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની અંદર ઘટનાસ્થળે જ એક વૃદ્ધનું મોત નિપજ્યું. જયારે ૧૨થી વધુ લોકો આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હળવદ અને ધાંગધ્રાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અને આ બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી.

Related Articles

Total Website visit

1,608,933

TRENDING NOW