અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા યુવા મોરબી દ્વારા ઈશરદાસજીને પુષ્પવંદના અને હરિરસપાઠ યોજાયા ABCGMY મોરબી દ્વારા ચારણ મહાત્મા

પુ.ઈશરદાસજી બારહટના 456મા મહાપ્રયાણ નિવાણૅ દિન નિમિતે ઈશરદાસજીના ચરણોમા પુષ્પવંદના નો કાયૅક્રમ યોજાયો. જેમા મોરબી ચારણ સમાજના આગેવાનો તથા ચારણ માત્રૃશક્તિઓ બહોળા પ્રમાણમા ઉપસ્થિત રહ્યા.ઈશરવંદના સાથે આરંભ કરતા માતૃશક્તિઓએ હરિરસનુ દિવ્યગાન કરી ઈશરદાસજીની ચેતનાને જાગૃત કરી. પુષ્પવંદના માટે મુંબઈ થી ખાસ ઉપસ્થિત રહેલા પરમ ઈશરભક્ત શ્રી શાંતિલાલજી ખત્રીનુ ચારણ માતૃશક્તિઓ દ્વારા કુમકુમ તિલક કરી, ઓવારણા લઈ ચારણીઆઈ પરંપરાને ઉજાગર કરી. મોરબી ચારણ સમાજ તથા ABCGMY ના અગ્રણીઓ વતી શ્રી પ્રભાતદાન કે.બારહટ (પુવૅ GAS) દ્રારા શ્રી શાંતિલાલજીનુ મોમેન્ટ, શાલ અને હરિરસ અપણૅ કરી અભિવાદન કરવામા આવ્યુ. આ તકે મોરબી ચારણ સમાજના વિવિધ માનુભાવો અચુદાનજી વિરવદરકા, પ્રકાશભા ગુઢડા રફાળેશ્વર પ્રમુખ, જશુભાઈ ધાંટીલા, પવુભા રતન, મનોજદાન બારહટ,ધોધુભાઈ ઝીબા,રમેશભા સોયા, જયદિપદાન મિસણ, સુમતદાન બારહટ,કાનાભા વાંકાનેર, હિતેશદાન બારહટ, હરદેવદાન ગઢવી,જયદિપભા દેવસુર, તથા ABCGMY મોરબી મહિલા પાંખના અધ્યક્ષ નાનબાઈ મારુ અને તેમની ટીમે ઈશરવંદનાએ ચરજ, ભેળીયા નુ ચારણી પરંપરા સાથે ગાન કરી ભાવ વંદના કરી હતી.
મોરબી તાલુકા અધ્યક્ષ નયનાબા બારહટના આંગણે ઈશર પુષ્પવંદના ભાવસભર રીતે ઉજવાયો. કાયૅક્રમનુ સંચાલન સંજયભા નાંદણે કયુૅ. સમગ્ર કાયૅક્રમને સફળ બનાવવા અધ્યક્ષ ડૉ.કિશોરદાન, તાલુકા અધ્યક્ષ દિનેશભા ગુઢડા, પ્રવક્તા વિજયભા રતન, મિડીયા સહ પ્રભારી યુવરાજ ગઢવીએ ખાસ જહેમત ઉઠાવી હતી.







