ટંકારાના છતર ગામે રહેતા યુવાને નવાગામના તળમાં બાવળના ઝાડ સાથે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જેથી આ મામલે ટંકારા તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના છતર ગામે રહેતા જીણાભાઈ સામજીભાઈ પરમાર (ઉં.વ.18) નામના યુવાને છતર નવાગામ તળમાં બાવળના ઝાડ સાથે ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે ટંકારા તાલુકા પોલીસે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.