મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલ સિરામિક કારખામાં ગળાફાંસો ખાઈને યુવાને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને કાર્યવાહી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં લાલપર ગામની સીમમાં આવેલ મીટકો સિરામિક નામના કારખાનામાં રહીને મજૂરી કામ કરતાં પ્રદીપભાઈ મગનભાઈ કોસરા (ઉં.વ. 21) એ કારખાનાના ગોડાઉનમાં પ્લાસ્ટિકની દોરી પટ્ટી સાથે બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને યુવાને કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ હાથ ધરી હતી.