ગેરકાયદેસર બાંધકામ વાળી હોસ્પિટલ સરકારના નિયમોને નેવે મુકી રહી છે ! તંત્ર ક્યારે એક્શન લેશે ??
મોરબી : વડાપ્રધાન મોદી ગરીબ વર્ગ માટે અનેક યોજનાઓ ઘડી રહ્યા છે જેથી ગરીબ લોકોને સહાય મળી શકે પણ તે યોજના અંતર્ગત મળતી સહાયનો લાભ ગરીબ લોકો સુધી પહોંચાડવાના બદલે આ યોજનથી ગરીબ લોકોને દૂર રાખવાનું કામ મોરબીની આયુષ હોસ્પિટલમાં થઈ રહ્યું છે.
મોરબીમાં ગત તારીખ 11 મે ના રોજ ટંકારા પાસે ટ્રેકટર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષામાં પેસેન્જર તરીકે બેઠેલ વ્યક્તિને ઈજા પહોંચી હતી જેથી તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ સિવિલ હોસ્પિટલના ડોકટર દ્વારા દર્દીને આયુષ હોસ્પિટલમાં લઈ જવા માટે કહેવામાં આવ્યું હતું જેથી દર્દીને આયુષ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં દાખલ કરવામાં આવ્યા હતા. દર્દીને મોઢાના ભાગ પર ગંભીર ઈજા પહોંચી હોવાથી ટાંકા લેવામાં આવ્યા હતા.
સરકાર દ્વારા ચાલતી અકસ્માતની યોજના હેઠળ 24 કલાક દરમિયાન 50 હજાર સુધીનો ખર્ચ સરકાર ઉપાડે છે જેમાં પ્રાથમિક સારવારથી માંડીને ઓપરેશન સુધી એટલે કે 50 હજાર રૂપિયા સુધીનો ખર્ચ સરકાર ઉપાડે છે તેમજ અકસ્માત થયા બાદ પોલીસ ફરિયાદ થવી જરૂરી છે. આ યોજના ઘણા સમયથી અમલમાં છે પરંતુ આયુષ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા દર્દીના પરિવારજનોને કહેવામાં આવ્યું હતું કે આ યોજનાનો લાભ તમને મળી શકે તેમ નથી. આ ઉપરાંત ડોકટરો અને વહીવટી તંત્રનું કહેવું છે કે કોઈ ઓપરેશન આવે તો આ યોજનાનો લાભ મળે નહીંતર ન મળે. હવે આ આયુષ હોસ્પિટલમાં જ નિયમો અલગ છે કે શું ?? અગાઉ પણ આ હોસ્પિટલમાં દવામાં ભાવ ફેર થતો હોવાના આક્ષેપો થયા હતા અને ત્યાંના મેડિકલમાં મળતી દવામાં બે જ દિવસમાં MRP બદલી ગઈ હોવાનો દર્દીના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો ત્યારબાદ તે મેડિકલમાં દવામાં MRP સરખી કરીને વેચવામાં આવી હતી એટલે આ હોસ્પિટલમાં આવા અનેક પ્રકરણો ચાલી રહ્યાં છે.
હાલ તો આ અકસ્માતની વાત કરીએ તો, દર્દી મધ્યમવર્ગીય પરિવારનો હોય તેને ખાસ આ લાભની જરૂર હોય પણ હોસ્પિટલ તંત્રની અનિતીના કારણે દર્દીને આ યોજનાનો લાભ મળ્યો નથી જે યોજના ગરીબ વર્ગ માટે જ અમલમાં મૂકવામાં આવી છે તે યોજનાનો લાભ ગરીબ લોકો સુધી આવી હોસ્પિટલો પહોંચવા દેતી નથી. આ યોજનાનો લાભ લેવા માટે દર્દીના પરિવારજનો ધરમના ધકા ખાઈ રહ્યા છે તેમ છતાં આ જાડી ચામડીના તંત્ર દ્વારા જવાબ આપવામાં આવતા નથી.
આ યોજનાનો લાભ દર્દીને મળવા પાત્ર હોય અને તેમ છતાં આ હોસ્પિટલ દ્વારા લાભ આપવામાં આવ્યો નથી ત્યારે આ હોસ્પિટલ સામે તંત્ર એક્શન લેશે ? કે પછી આ હોસ્પિટલ તેમની મન મરજી મુજબ કામગીરી કરશે ? તે જોવું રહ્યું.