Saturday, May 3, 2025

વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગદળ દ્વારા આઠ દિવસીય યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગ યોજાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી : બજરંગદળ દ્વારા યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન સાવરકુંડલા જિલ્લાના બાઢડા ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેમાં 15 થી 35 વર્ષના યુવાનો માટે વિવિધ શારીરિક-બૌદ્ધિક કાર્યક્રમો યોજવામાં આવશે અને યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગમાં ભાગ લેનાર તમામે નિયમોનું પાલન કરવાનું રહેશે.

સાવરકુંડલા જિલ્લાના બાઢડા ખાતે બજરંગદળ દ્વારા યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ગ તા. 14 મે શનિવારથી 21 મે શનિવાર આઠ દિવસનો રહેશે જેમાં જુડો કરાટે, લક્ષ્ય ભેદ, લાઠી દાવ, ઓબ્સ્ટીકલ, ધર્નુવિધા(તીરંદાજી), રમતો, યોગાસન, ધ્યાન અને સુર્યનમસ્કાર, ઘોડેસવારી, યષ્ટી જેવી શારીરિક તાલીમ આપવામાં આવે છે તથા વર્તમાન સમયને ધ્યાનામાં રાખીને બૌધ્ધિક વિષયો જેવા કે ગૌરવશાળી ભારત, ઈસ્લામીક જેહાદી આંતકવાદ, વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળ કાર્ય પધ્ધતિ, વિ.હિ.પ. ષષ્ઠી પુર્તી વર્ષ, અખંડ ભારત તથા હનુમાનજીનું તથા શિવાજીનું જીવન ચરિત્ર, ગીત સ્પર્ધા-દેશભક્તિ ગીત કાર્યક્રમ અને ચર્ચા સત્ર દરમિયાન અનેક વિષયો પર ચર્ચા કરવામાં આવશે. આ વર્ગમાં પ્રાંત, પ્રદેશ તથા કેન્દ્રીય પદાધિકારી દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

આ વર્ગમાં તા. 14 મેના રોજ શનિવારે સાંજે સુધીમાં પહોચવાનું રહેશે અને તા. 15 મે સવારથી વર્ગ શરૂ થશે તેમજ તા. 21 મે ના રોજ શનિવારે બપોરે ભોજન બાદ પરત જઈ શકાશે. તા. 15 મે સવારે કોઈને પ્રવેશ મળશે નહીં, વર્ગ શરૂ થયા પછી કોઈને વર્ગ સ્થાનની બહાર જવા દેવામાં આવશે નહીં. બજરંગદળ પ્રાંત ટોળી, જિલ્લા ટોળી, પ્રખંડ ટોળી, ગ્રામ્ય સમીતી, નગર સમીતી, મહોલ્લા ઈકાઈ, ગ્રામ્ય ઈકાઈ, વિદ્યાર્થી કાર્યકર્તા અપેક્ષિત છે. જિલ્લા ટોળી અને દરેક સંયોજક – સહ સંયોજકોએ વર્ગ ફરજીયાત કરવો જોઈએ. વર્ગ સ્થાનમાં આવવા માટે સૌરાષ્ટ્રના કાર્યકર્તા સાવરકુંડલા પહોંચી જશે ત્યારબાદ વર્ગ સ્થાન સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

આ વર્ગમાં આવનારે થાળી, વાટકો, ગ્લાસ, ઓઢવા પાથરવાનું, નોટબુક પેન, જરૂરી કપડાં, દંતમંજન વગેરે સામાન સાથે લઈ આવવું. બજરંગદળનો ગણવેશ વર્ગ સ્થાન પરથી મળશે જેની ફી રૂ. 500 રહેશે. દોરીવાળા સફેદ બુટ, બજરંગદળ બેલ્ટ અને ત્રિશૂલ સાથે લઈને આવવું, ન હોય તો ફી ભરી વર્ગમાંથી મળશે. વર્ગમાં શુલ્ક 200/- વર્ગ સ્થાન પર આપવાનું રહેશે. 15 થી 35 વર્ષના યુવકોને જ પ્રવેશ અપાશે. વર્ગમાં સવારે 4:30 કલાકથી રાત્રી 10:30 સુધી વિવિધ શારીરિક-બૌદ્ધિક કાર્યક્રમોના સત્ર રહેશે. બજરંગદળનો ગણવેશ અખીલ ભારતીય ધોરણે નકકી થયેલ હોય વર્ગમાં આવનાર તમામ કાર્યકર્તાએ ગણવેશ લેવો જરૂરી છે.

વધુ માહિતી માટે કમલભાઈ દવે મો. 9595688888, કૃષ્પભાઈ રાઠોડ મો. 9687618006, કમલેશભાઈ આહીર મો. 9099010005, ઈશ્વરભાઈ કંજારીયા મો. 7069312575, પુષ્પરાજસિંહ જાડેજા મો. 9978117117 પર સંપર્ક કરવો.

Related Articles

Total Website visit

1,502,714

TRENDING NOW