Thursday, May 1, 2025

હળવદના 15 ગામોમાં નર્મદાનું પીવાલાયક પાણી નહીં મળતા ગ્રામજનો ક્ષારયુક્ત પાણી પીવા મજબુર

Advertisement
Advertisement
Advertisement

હળવદ તાલુકામાં નર્મદાનું પીવાનું પાણી મળી રહે તે માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા હળવદથી પાઈપલાઈન મારફત ગામડાઓમાં પાણી પહોંચાડવામાં આવે છે પરંતુ હળવદ તાલુકાના 15 જેટલા ગામોમાં ઘણા વર્ષોથી નર્મદાનું પાણી નહીં મળતા ગ્રામજનોને બોરનું ક્ષારયુક્ત પાણી પીવા માટે મજબૂર થવું પડે છે ત્યારે પાણી પુરવઠા બોર્ડ દ્વારા ગામલોકોને નર્મદાનું પાણી પહોંચાડવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.

હળવદ તાલુકામાં ઉનાળો આવતાની સાથે જ પીવાના પાણીની સમસ્યા દર વર્ષે લોકોને સતાવતી હોય છે અને હળવદ શહેરમાં પણ પીવાના પાણીનો કાળો કકળાટ જોવા મળી રહ્યો છે અને છેવાડાના વિસ્તારોમાં પીવાનું પાણી ‌મળતુ ન હોવાની રાવ ઉઠવા પામી છે ત્યારે હળવદ તાલુકાના ગામોમાં નર્મદાનું પીવાનું પાણી મળી રહે તે માટે ટીકર રોડ ઉપર પાણી પુરવઠા વોટર સપ્લાય દ્વારા પીવાના પાણીની પાઈપલાઈન મારફત ગામડાના લોકોને પીવાનું પાણી પહોંચાડવામાં આવતું હોય છે ત્યારે હળવદ તાલુકાના ચંદ્રગઢ, બુટવડા,રણમલપુર, મંગળપુર, ઘણાદ, ધુળકોટ, ડુંગરપુર, માણેકવાડા, રાતાભેર, ચુંપણી, વાંકીયા, રાયધ્રા, માથક, સુંદરી ભવાની અને સરભંડા સહિતના 15 ગામોમાં ઘણા વર્ષોથી નર્મદાનું પાણી નહીં મળતા ગામલોકોને બોરનું ક્ષાર યુક્ત પાણી પીવા માટે મજબૂર થવું પડે છે.

આ અંગે રાણેકપર ગામના રાજુભાઈ ઉડેચા અને ચુંપણી ગામના હરેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, અમારા ગામના ગ્રામજનો ઘણા વર્ષોથી ગ્રામ પંચાયતના બોરનું પાણી પી રહ્યા છે જેના કારણે પથરી અને ચામડીના રોગની બીમારીથી ગામલોકો પીડાય છે ત્યારે પાણી પુરવઠા દ્વારા સત્વરે નર્મદાનું પાણી મળે રહે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી છે.

Related Articles

Total Website visit

1,502,612

TRENDING NOW