હળવદ : હળવદ તાલુકાના મીંયાણી ગામની નદીમાં ગૌમાતા ફસાય જતા ગામના ગૌપ્રેમી યુવાનોએ ભારે જહેમત ઉઠાવી ગાયને સુરક્ષિત બહાર કાઢીને સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું.
હળવદ તાલુકાના મીંયાણી ગામની નદીમાં ગૌ માતા ફસાઈ જતા ગામના ગૌપ્રેમીઓ અને ઉપસરપંચ ટીનેશભાઈ કુરિયા સહિતના દોડી ગયા હતા અને ગામના ચાર-પાંચ જેટલા યુવાનો દ્વારા રેક્સ્યું ઓપરેશન કરવામાં આવ્યું હતું જેમાં દોરડા સહિતના સાધનોની મદદથી ગૌ માતાને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારે ગામના યુવાનોએ ગૌપ્રેમનું અનેરું ઉદાહરણ પણ પૂરું પાડ્યું હતું.