મોરબી : વડસાવિત્રી વ્રતની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવે છે. પતિના લાંબા આયુષની કામના સાથે મહિલાઓ વડસાવિત્રીનું વ્રત કરતી હોય છે ત્યારે મોરબીની મહિલાઓ માટે વડસાવિત્રી પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીના શાસ્ત્રી રસિકભાઈ કે વ્યાસ દ્વારા વડસાવિત્રી વ્રત મહાવદ પૂનમ (૧૫) તા. ૧૪-૦૬-૨૦૨૨ ને મંગળવારના રોજ અવસર સાડી સેન્ટર પાસે, રવાપર રોડ મોરબી ખાતે મહિલાઓ માટે વટ પૂર્ણિમા વ્રતની પૂજા વિધિ કરવામાં આવશે તથા વધુ માહિતી માટે મો. 9879995346 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું હતું.
