Sunday, May 4, 2025

બેલા ગામની સીમમાં ‘અસ્મિતાને છોડી દેજે’ કહીને યુવક પર બે રાઉન્ડ ફાયરીંગ

Advertisement
Advertisement
Advertisement

મોરબી : મોરબીના બેલા ગામની સીમમાં બે શખ્સોએ થાર ગાડીમાં આવીને ધોળે દિવસે મૈત્રી કરાર કરનાર યુવકને ‘આટલી જ વાર લાગે’ કહીને યુવાનના પગ પાસે બે રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ મામલે મોરબી તાલુકા પોલીસ મથકે પરિણીતાના પતિ સહીત બે શખ્સો વિરુદ્ધ આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધાયો છે.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મોરબીના રંગપર બેલા ગામે રહેતા અને તળાવિયા શનાળા રોડ ઉપર પ્લાસ્ટિકનું કારખાનું ધરાવતા ગૌતમભાઈ જયંતીલાલ દેલવાડીયા ગઈકાલે બપોરે ઘરેથી જમીને પરત આવતા હતા ત્યારે બેલા (રંગપર) ગામની સીમમાં ખહલી માતાના મંદીર પાસે સામેથી આવતી મહિન્દ્રા થાર ગાડીના ચાલકે ગૌતમભાઈને ઈશારો કરી મોટર સાયકલ ઉભું રાખવા કહેતા ગૌતમભાઈ ઉભા રહી ગયા હતા તે દરમિયાન મહિન્દ્રા થાર ગાડીમાંથી નીચે ઉતરેલા નવનીત ઉર્ફે નંદો કાનાભાઈ પટેલ (રહે. મુળ તળાવિયા શનાળા, હાલ. ઉમા ટાઉનશીપ, મોરબી) અને યોગેશભાઈ બરાસરા (રહે. મૂળ નસીતપર, હાલ. મોરબી) એ ગૌતમભાઈને કહ્યું હતું કે તે અસ્મિતા સાથે મૈત્રી કરાર કર્યા છે તે અસ્મિતા યોગશની પત્ની છે અને બે વર્ષથી રિસામણે બેઠેલી છે. તું એને છોડી દેજે નહીં તો આટલી જ વાર લાગે તેમ કહીને નવનીત ઉર્ફે નંદો કાનાભાઈ પટેલે પોતાના પાસે રહેલી રિવોલ્વરમાંથી ગૌતમભાઈના પગ પાસે બે રાઉન્ડ ફાયરીંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જો કે, ફાયરિંગ સમયે ગૌતમભાઈ દૂર ખસી જતા તેઓ બચી ગયા હતા.

હાલમાં આ ઘટના અંગે ગૌતમભાઈ જયંતીલાલ દેલવાડીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નવનીત ઉર્ફે નંદો કાનાભાઇ પટેલ અને યોગેશભાઈ બરાસરા વિરુદ્ધ આઇપીસી કલમ ૩૦૭, ૫૦૬(૨), ૧૧૪ તથા આર્મ્સ એકટ કલમ-૩૦ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,732

TRENDING NOW