વાંકાનેર : આજથી પાંચ માસ પહેલા મોરબી તાલુકાના લાલપર ગામેથી બુલેટની ચોરી થઈ હતી જે બુલેટની ચોરી કરનાર બે ઈસમોને વાંકાનેર તાલુકા પોલીસે ઢૂવા ચોકડી પાસેથી ચોરાઉ બુલેટ સાથે દબોચી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જીલ્લા પોલીસ વડાની સુચનાથી ચોરીના ગુન્હાઓ શોધી કાઢવા વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીને આધારે ઢુવા ચોકડી પાસેથી વિજય જીવાભાઈ સાકરિયા (રહે. હાલ. ઢુવા-માટેલ રોડ ભાડાની ઓરડીમાં, મુળ ગામ. નોલી, તા. સાયલા, જી.સુરેન્દ્રનગર) અને ધવલ ઉર્ફે પવો જયંતીભાઈ મેરજા (રહે. રુપાવટી, તા. વીછીયા, જી. રાજકોટ) ને બુલેટ સાથે રોકી બુલેટના કાગળો માંગતા નહીં હોવાનુ જણાવતા પોકેટકોપ મોબાઈલમાં ઈસમોના નામ સર્ચ કરતા આરોપી ધવલ જયંતિભાઇ અગાઉ મોરબી સીટી બી ડીવીજન વિસ્તારમાં ચોરીના ગુનામાં પકડાયેલ હોવાનું જણાતા બંને ઈસમોની ઉંડાણપૂર્વક પુછપરછ કરતા એક આરોપીએ બુલેટ બીજા પાસેથી ખરીદેલ હોવાનું તથા બીજા આરોપીએ બુલેટ મોરબી તાલુકાના લાલપર ગામેથી અંજતા એપાર્ટમેન્ટ પાસેથી ચોરી કર્યું હોવાનું જણાવતા બંને ઇસમો પાસેથી ચોરાઉ બુલેટ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.