મોરબી : મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં બે ઈસમો વરલી ફીચરનો જુગાર રમતા હોવાની બાતમીને પગલે બી ડિવિઝન પોલીસે દરોડો કરીને બે શખ્સોને રોકડા રૂ. 890 સાથે ઝડપી પાડયા હતા
મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમી-રમાડતા હાસમભાઇ મુસાભાઇ સુમરા (રહે. વીસીપરા ફુલીનગર-૨) અને રમજાન ઉર્ફે બાદશાહ અનવરભાઇ મકવા (રહે. ત્રાજપર ખારી સ્કુલ) ને રોકડા રૂપિયા 890 સાથે ઝડપી પાડીને બંને ઈસમો વિરુધ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.