Friday, May 2, 2025

મોરબી સીટી લાયન્સ કલબ દ્વારા દિવ્યાંગ બહેનોને ટ્રાયસિકલ અર્પણ કરાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા બે દિવ્યાંગ બહેનોને ટ્રાયસિકલ પંચમુખી હનુમાનજી મંદિર મોરબી-૨ ખાતે અર્પણ કરવામાં આવી હતી. આ પ્રોજેકટના દાતા લાયન્સ ક્લબ મોરબી સીટીના સભ્ય ભાવેશભાઈ છગનભાઈ ચિખલિયા તેમજ બિપીનભાઈ છગનભાઈ ચિખલિયા હતા. લા. ભાવેશભાઈ તેમજ બિપીનભાઈના પિતા સ્વ. છગનભાઈ ચિખલિયા અને માતા સ્વ. શાંતાબેનની પુણ્યતિથી નિમિતે બે દિવ્યાંગ બહેનોને ટ્રાયસિકલ અર્પણ કરીને પિતાની કર્મભૂમિ પંચમુખી હનુમાનજીના આશીર્વાદ મેળવ્યા હતા.

આ ટ્રાયસિકલ વિતરણ પ્રસંગે લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ ત્રિભોવનભાઈ ફૂલતરિયા, પાસ્ટ પ્રેસિડેન્ટ એ એસ સુરાણી, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, લા. મહાદેવભાઈ ચિખલીયા, લા. હિતેન્દ્રભાઈ ભાવસાર, લા. રસ્મિકાબેન રૂપાલા, મોરબી ફોટો વિડિઓ એસોસિયેશનના પ્રમૂખ મહાદેવભાઈ ઊંટવડિયા, જયસુખ પટેલ, ખીમજીભાઈ પટેલ, દિલીપભાઈ અને ચીખલીયા પરિવારના વડીલ સભ્યો તેમજ તેમના પરિવારજનોની ઉપસ્થિતિમાં લાયન્સ કલબ ઇન્ટરનેશલ ડિસ્ટ્રિક 3232 જે સૌરાષ્ટ્ર કરછના દ્વિતિય વાઇસ ડિસ્ટ્રિક ગવર્નર રમેશભાઈ રૂપાલા ખાસ ઉપસ્થિત રહેલ ત્યારે તેમને જણાવેલ કે, શુભ પ્રસંગોએ તેમજ સ્વજનોની પુણ્ય તિથિ નિમિત્તે સમાજના જરૂરિયાતવાળા લોકોને ઉપયોગી બની તેના જીવનમાં અજવાળું પાથરીને એની જરૂરિયાતને સંતોષવના જો પ્રયત્નો થશે તો સમાજમાં નવી ચેતના જાગશે અને સેવા પરમો ધર્મ સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરી શકીશું ત્યારબાદ પ્રેસિડેન્ટ ટી સી ફૂલતરીયાએ ઉપસ્થિત સર્વેનો તેમજ દાતા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related Articles

Total Website visit

1,502,694

TRENDING NOW