મોરબી : હળવદ જીઆઈડીસીમાં આવેલ સાગર સોલ્ટ નામના કારખાનાની દિવાલ ધસી પડતાં દર્દનાક દુર્ઘટના સર્જાય હતી જેમાં પાંચ પુરુષ, ચાર મહિલા અને ત્રણ બાળકો સહિત 12 શ્રમિકોને કાળ ભરખી ગયો હતો. આ દુઃખદ ઘટનામાં મુત્યુ પામેલા 12 શ્રમિકોના આત્માને શાંતિ મળે તે માટે આજે તા. 21 ને શનિવારે રાત્રે 08:30 કલાકે મોરબીના નહેરુ ગેટ ચોક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે. આ કાર્યક્રમનું આયોજન સામાજિક કાર્યકરો જગદીશભાઈ ગંગારામભાઈ બાંભણીયા, હસીનાબેન, રાજૂભાઈ દવે, અનીલ મગનભાઈ પરમાર, જયદીપ ઝીંઝુવાડીયા દ્વારા કરવામાં આવ્યું છે.