મોરબી માળીયા વિસ્તારમાં નાની ઉંમરે સારી એવી લોકચાહના મેળવી શાંત સ્વભાવના મજાક્યા મુડમાં રહેતા ગોપાલ ઠાકોરનો આજે જન્મદિવસ છે ત્યારે આજે તેઓના જન્મદિવસે નામી અનામી મિત્રો સોશિયલ મીડિયાની તમામ સાઈટો પર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
માળીયા મિંયાણા વિસ્તારના યુવા પત્રકાર ગોપાલ ઠાકોર પત્રકાર તરીકે નિડર બની પત્રકારત્વમાં સતત સક્રિય રહીને ન્યુઝ ચેનલ અને ન્યુઝ પેપર સાથે જોડાયેલા પત્રકાર તરીકે પ્રશ્નોને વાચા આપી તટસ્થ કામગીરી કરી પત્રકારત્વમાં સારી ફરજ બજાવી રહ્યા છે જે લોકોની સાથે હંમેશા મજાક્યા મુડમાં લાગણીશીલ અને સુશીલ સ્વભાવમાં હળીમળી રહે છે. નાની ઉંમરે મોરબી માળીયા વિસ્તારમાં સારી લોકચાહના મેળવી લોકપ્રિય બન્યા છે જે સતત જટીલ પડતર પ્રશ્નોમાં પ્રાણ પુરે છે ત્યારે આજરોજ ગોપાલ ઠાકોરના જન્મદિવસે તેમના નજીકના સગા વ્હાલા, પરીવારજનો, મોરબી માળીયાના પત્રકારો અને નામી અનામી મિત્રો ફેસબુક વોટસએપ પર ગોપાલ ઠાકોરને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.