Friday, May 2, 2025

મોરબીમાં શિક્ષણ ક્ષેત્રે સફળતા મેળવનાર ત્રણ યુવાનોનું સન્માન કરાયું

Advertisement
Advertisement
Advertisement

જેપુર સોશ્યલ ગ્રુપ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો

મોરબી : મોરબી તાલુકાના જેપુર ગામના જેપુર સોશ્યલ ગ્રુપ દ્વારા દર વર્ષે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવે છે જેમાં ગામના તમામ પરિવારો એક સાથે એકત્ર થાય છે અને સારા કાર્યો કરનાર વ્યક્તિ તથા બાળકોનું સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવે છે ત્યારે આ વર્ષના કાર્યક્રમ અંતર્ગત ગઈકાલે તા. 29 મે ને રવિવારના રોજ મોરબીના સરસ્વતી ફાર્મ ખાતે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ સારું કાર્ય કરીને ખ્યાતિ મેળવનાર વિજયભાઈ દલસાણીયા, એમ.બી.બી.એસ. ની પદવી મેળવનાર વિવેક કાવઠિયા તથા સી.એ. ની પદવી મેળવનાર કૈલાશ શેરશીયાનું સન્માન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં પરિવારોએ હાજર રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ તકે તમામ દાતાઓ કૈલાશ બાલુભાઈ સાણજા, નરેન્દ્રભાઇ રણછોડભાઈ દલસાણિયા, કેતનભાઈ પ્રભુભાઈ દલસાણિયા તથા અલગ અલગ રીતે મદદરૂપ બનનાર તમામનો આભાર વ્યક્ત કરે છે. આ કાર્યક્રમનું આયોજન સારી રીતે થાય તે માટે ધીરુભાઈ સાણજા, કનુભાઈ સાણજા, વિજયભાઈ દલસાણિયા, હસમુખભાઈ સાણજા, હર્ષદ કાવઠિયા સહિતના લોકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. વિજયભાઈ દલસાણિયાએ લોકોમાં સંસ્કારો જળવાઈ રહે, વ્યસનો દુર થાય, એકતા‌ વિકસે અને બાળકો વિચારશીલ બને તે માટે માર્ગદર્શન આપ્યું હતું અને સફળ સંચાલન કર્યું હતું.

Related Articles

Total Website visit

1,502,695

TRENDING NOW